Saturday, 15 May 2021

હાં રે, હવે શોધી લે તું કોણ ? કોનો આ ખેલ છે ?



શ્રી શંકરમહારાજ ઉનાવાવાળા રચિત ભજન

 

હાં રે, હવે શોધી લે તું કોણ ? કોનો આ ખેલ છે ? 

હાં રે, હવે જોઈ લે તું કોણ ? કોનો આ ખેલ છે ? -

                                         -હાં રે, હવે શોધી લે... 

 

દેહાદિ સર્વ એ તો દૈષ્ટિના વિકાર છે, 

હાં રે, એને દેખનારું કોણ ? કોનો આ ખેલ છે ? 

                                      -હાં રે , હવે શોધી લે... 

 

કળી ન શકાય એવી રચના છે વિશ્વની, 

હાં રે, એને રચનારું કોણ ? કોનો આ ખેલ છે ?

                                       -હાં રે , હવે શોધી લે... 

 

ચંદ્ર અને સૂર્ય આભના હિંડોળે, હાં રે, 

ઝોલ નાખનારું કોણ ? કોનો આ ખેલ છે ?

                                     -હાં રે, હવે શોધી લે... 

 

'શંકર'ની ઝૂંપડીમાં શ્યામ સદા ગાય છે, 

હાં રે, એને ઝીલનારું કોણ ? કોનો આ ખેલ છે ? 

                                       -હાં રે, હવે શોધી લે...


                                       

No comments:

Post a Comment

  -: રચિયતા :- શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, વ્યાખ્યાન, વાચસ્પતિ, વેદાંત વારિધિ, અધ્યાત્મ રત્ન, સનાતન ધર્મધુરંધર, પરમ પૂજ્યપાદ શ્રી સદગુરુ શ્રી શં...