-:રચિયતા :-
શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, વ્યાખ્યાન, વાચસ્પતિ, વેદાંત વારિધિ,
અધ્યાત્મ રત્ન, સનાતન ધર્મધુરંધર, પરમ પૂજ્યપાદ શ્રી
સદગુરુ શ્રી શંકર મહારાજ ઉનાવાવાળા
-:ભજન:-
આજુડાંનો દહાડો ગુરુ ! મારા મંદિરિયે પધારો રે જી..
તમને આવ્યાથી મારાં દિલડાં - ઠરે રે,
તમને આવ્યાથી મારાં દિલડાં - ઠરે રે,
બૂડતી રે બેડલિયો ગુરુ ! મારી પાર ઉતારો રે જી...
કરુણા કરો તો મારાં કારજ સરે રે ... - ટેક,
કરુણા કરો તો મારાં કારજ સરે રે ... - ટેક,
દશમા રે દ્વારે ગુરુ મારા ઝરૂખડે જઈ બેઠા રે જી...
નવ રે દરવાજે ગુરુની દુવાઈ ફરે રે,
ગેબી રે નિશાન ગુરુનાં ગગનમાંહી ગાજ્યાં રે જી...
નૂરતા ને સૂરતા બેઉ ત્યાં પાણીડાં ભરે રે - આજુડાંનો.
ઊંચા રે ડુંગરિયે દેવનાં દેવળિયાં બંધાણાં
પચરંગી ધજાઓ ધણીની ગગને ફરે રે,
સાંકલડી શેરડીએ સાચાં મોતીડાં વેરાણાં રે જી...
મારો હંસલો બેઠો બેઠો ત્યાં મોતીડાં ચરે રે - આજુડાંનો.
ગગનમંડળમાં જાતાં ઝળહળ જ્યોતિ જાગી રે જી...
હરદમ સોહંનું સ્મરણ સુરતા કરે રે,
પવનની પાંખડીએ કોઈ કોઈ પૂરા નર પહોંચ્યા રે જી...
ધ્યાની પુરુષ ત્યાં તો ધ્યાન ધરે રે - આજુડાંનો..
સદગુરુના પ્રતાપે દાસ " શંકર " બોલ્યા રે જી...
ગુરુના તુંબડલે ચેલો સતથી તરે રે,
અનુભવની વાતો કોઈ અનુભવી જાણે રે જી...
પાપી પાખંડી નુગરા ડૂબી મરે રે - આજુડાંનો...
ગુરુના તુંબડલે ચેલો સતથી તરે રે,
અનુભવની વાતો કોઈ અનુભવી જાણે રે જી...
પાપી પાખંડી નુગરા ડૂબી મરે રે - આજુડાંનો...
-⭐ ⭐ ⭐ -
👇🏻👇🏻 ભજનના રાગ માટે નીચે આપેલ વિડિઓ જુઓ 👇🏻👇🏻

No comments:
Post a Comment