▼

Monday, 24 May 2021

તારો અમૂલખ અવસરે જાય, કંઈ લેતો જ, કંઈ દેતો જા !!!

 

 


 

-:રચિયતા :-
શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, વ્યાખ્યાન, વાચસ્પતિ, વેદાંત વારિધિ,
અધ્યાત્મ રત્ન, સનાતન ધર્મધુરંધર, પરમ પૂજ્યપાદ શ્રી
સદગુરુ શ્રી શંકર મહારાજ ઉનાવાવાળા

-:ભજન:-

તારો અમૂલખ અવસરે જાય, કંઈ લેતો જ, કંઈ દેતો  જા
તારી નૈયા ઝોલાં ખાય, કંઈ લેતો, જ, કંઈ દેતો જા
                                                              -ટેક0

ભવજલસાગર ખૂબ ભર્યો છે, પાપ પવન બહુ વાય,
પ્રભુને સમરી પાર ઊતર તું, બીજો ન કોઈ ઉપાય,
                                    કંઈ લેતો જા,કંઈ દેતો  જા-તારો...
 
દીનબંધુએ દયા કરીને, આપી સુંદર કાય,
અમૃત પીને અમર થા તું, સઘળી વ્યાધિ જાય;
                                      કંઈ લેતો જા,કંઈ દેતો  જા-તારો...

કરણી એવી પાર ઊતરણી વેદ પુરાણો ગાય,
માટે સમજી સુકૃત કર તું, સહેજે મોક્ષ પમાય;
                                         કંઈ લેતો જા,કંઈ દેતો  જા-તારો...

હું પદમાં હરિ કેરું દર્શન, કદીએ નહીં જ થાય,
'શંક૨' હું ને મારું મેલી, મીઠાં કીર્તન ગાય;
                                    કંઈ લેતો જા,કંઈ દેતો  જા-તારો...

 
-⭐ ⭐ ⭐ -

 👇🏻👇🏻 ભજનના રાગ માટે નીચે આપેલ વિડિઓ જુઓ 👇🏻👇🏻






 



Thursday, 20 May 2021

મધ રે દરિયામાંથી ડૂબતાં બચાવ્યા રે !!!

 


 

-:રચિયતા :-
શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, વ્યાખ્યાન, વાચસ્પતિ, વેદાંત વારિધિ,
અધ્યાત્મ રત્ન, સનાતન ધર્મધુરંધર, પરમ પૂજ્યપાદ શ્રી
સદગુરુ શ્રી શંકર મહારાજ ઉનાવાવાળા

-:સાખી:-

સદગુરુની સેવા કરી, ત્યારે ઊપજ્યુ જ્ઞાન;
"શંકર" કહે સદગુરુકૃપા, પામ્યો મુક્તિસ્થાન

 

ધન્ય ગુરુ દેવા રે, ધન્ય મીઠા મેવા રે, સેવામાંથી જ સુખ પાયા જી,
મધ રે દરિયામાંથી ડૂબતાં બચાવ્યા રે,મુક્તના મારગડા બતાયા જી
                                                              -ધન્ય ગુરુ દેવા રે...  
 
અજ્ઞાનતા કેરી ઊંઘ ઉડાડીને, જ્ઞાનગંગામાં ઝિલાયા....જી,
મૃગજલતૃષ્ણાનો ત્યાગ કરાવીને,પ્રેમના પ્યાલા અમને પાયા જી
                                                                - ધન્ય ગુરુ દેવા રે...    
                    
કરુણા કરી મારી ભ્રમણા.. ભાંગને, ભક્તિના ભેદ બતાયા જી,
જીવને ઈશ્વરનો ઝઘડો મટાડીને, સોહમ્ બ્રહ્મ સમજાયાં જી 
                                                      - ધન્ય ગુરુ દેવા રે...

વિવેકવિચારનાં વહાણાં વાયાં ને, અલખ પુરુષ ઓળખાયા....જી
સદુરુચરણોમાં "શંકર" બોલ્યા રે, પારસપદ પરખાયા...જી 
                                                       - ધન્ય ગુરુ દેવા રે...
 
-⭐ ⭐ ⭐ -

 👇🏻👇🏻 ભજનના રાગ માટે નીચે આપેલ વિડિઓ જુઓ 👇🏻👇🏻



 


Saturday, 15 May 2021

આજે તેં મેં મને ઓળખ્યો !!!


 

-:રચિયતા :-
શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, વ્યાખ્યાન, વાચસ્પતિ, વેદાંત વારિધિ,
અધ્યાત્મ રત્ન, સનાતન ધર્મધુરંધર, પરમ પૂજ્યપાદ શ્રી
સદગુરુ શ્રી શંકર મહારાજ ઉનાવાવાળા

-:સાખી:-

 એક અનાદિ અનંત હું, અન્ય અનાદિ સાંત;
શંકર ! સ્વરૂપાનંદમાં, રહે ન કંઈ કલ્પાંત.

-:ભજન:-
એક અનાદિ અનંત છું રે, મારો આવે નહીં અંત રે...
કાયા સાથે ન કાંઈ લાગતું, મને ભજે મોટા સંત રે, 

                                                આજે તેં મેં મને ઓળખ્યો - ટેક                      

સચ્ચિદાનંદ સ્વરૂપ છું રે, દેહ આવે અને જાય રે...
નામ કે રૂપ તણી કલ્પના, કદી મારામાં ન થાય રે,
                            આજે તેં મેં મને ઓળખ્યો - એક


મન બુદ્ધિના પર મહાલતો રે, હું તો કાળનોય કાળ રે...
છોગાં મેલી ફરું ત્રિલોકમાં, વાંકો થાય નહીં વાળ રે,
                            આજે તેં મેં મને ઓળખ્યો - એક


અંધારું જાય ન ઊલેચતાં રે, ભલે કોટિ યુગ જાય રે..
રાહ જોવા ન એ ઊભું રહે, જ્યારે દીવલડો થાય રે,
                            આજે તેં મેં મને ઓળખ્યો - એક


આ તો દયા છે ગુરુદેવની રે, જેણે આપ્યું બ્રહ્મજ્ઞાન રે...
શંકર સમાધિમાં લીન છે, લાગ્યું આતમાનું તાન રે,

                            આજે તેં મેં મને ઓળખ્યો - એક


 

ભાગ્ય મારા ભલાં જાગ્યાં રે હાં !!!


શ્રી શંકરમહારાજ ઉનાવાવાળા રચિત ભજન

 ભાગ્ય મારા ભલાં જાગ્યાં રે હાં !!!
મને મળ્યા સગુરુદેવ ! મારા વીરા રે, સદગુરુને સમરો !
સદગુરુને સમરો રે હાં, સાચા ધણીને સમરો

લગન લાગીને ભ્રમણા ભાગી રે હાં,
હું તો કરુ હરદમ સેવ ... મારા વીરા રે સગુરુને સમરો

શિખર ચડયાને અદ્ધર અડયા રે હાં,
પહોંચ્યા અલખના દરબાર... મારા વીરા રે સદગુરુને સમરો

નોબત વાગીને જયોતિ જાગીરે હાં,
જેના તેજનો નહીં પાર .... મારા વીરા રે સદગુરુને સમરો

અગમ રસ્તાની અગમ વાણી રે હાં,
વચમાં આવે અવઘટ ઘાટ .... મારા વીરા રે સદગુરુને સમરો

'શંકર'ને ગુરુ પૂરા મળીયા રે હાં,
એમણે ઉઘાડયા માંહલા કબાટ ....મારા વીરા રે સદગુરુને સમરો

 


 

હાં રે, હવે શોધી લે તું કોણ ? કોનો આ ખેલ છે ?



શ્રી શંકરમહારાજ ઉનાવાવાળા રચિત ભજન

 

હાં રે, હવે શોધી લે તું કોણ ? કોનો આ ખેલ છે ? 

હાં રે, હવે જોઈ લે તું કોણ ? કોનો આ ખેલ છે ? -

                                         -હાં રે, હવે શોધી લે... 

 

દેહાદિ સર્વ એ તો દૈષ્ટિના વિકાર છે, 

હાં રે, એને દેખનારું કોણ ? કોનો આ ખેલ છે ? 

                                      -હાં રે , હવે શોધી લે... 

 

કળી ન શકાય એવી રચના છે વિશ્વની, 

હાં રે, એને રચનારું કોણ ? કોનો આ ખેલ છે ?

                                       -હાં રે , હવે શોધી લે... 

 

ચંદ્ર અને સૂર્ય આભના હિંડોળે, હાં રે, 

ઝોલ નાખનારું કોણ ? કોનો આ ખેલ છે ?

                                     -હાં રે, હવે શોધી લે... 

 

'શંકર'ની ઝૂંપડીમાં શ્યામ સદા ગાય છે, 

હાં રે, એને ઝીલનારું કોણ ? કોનો આ ખેલ છે ? 

                                       -હાં રે, હવે શોધી લે...