-:રચિયતા :-
શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, વ્યાખ્યાન, વાચસ્પતિ, વેદાંત વારિધિ,
અધ્યાત્મ રત્ન, સનાતન ધર્મધુરંધર, પરમ પૂજ્યપાદ શ્રી
સદગુરુ શ્રી શંકર મહારાજ ઉનાવાવાળા
-:સાખી:-
સદગુરુની સેવા કરી, ત્યારે ઊપજ્યુ જ્ઞાન;
"શંકર" કહે સદગુરુકૃપા, પામ્યો મુક્તિસ્થાન
"શંકર" કહે સદગુરુકૃપા, પામ્યો મુક્તિસ્થાન
ધન્ય ગુરુ દેવા રે, ધન્ય મીઠા મેવા રે, સેવામાંથી જ સુખ પાયા જી,
મધ રે દરિયામાંથી ડૂબતાં બચાવ્યા રે,મુક્તના મારગડા બતાયા જી
મધ રે દરિયામાંથી ડૂબતાં બચાવ્યા રે,મુક્તના મારગડા બતાયા જી
-ધન્ય ગુરુ દેવા રે...
અજ્ઞાનતા કેરી ઊંઘ ઉડાડીને, જ્ઞાનગંગામાં ઝિલાયા....જી,
મૃગજલતૃષ્ણાનો ત્યાગ કરાવીને,પ્રેમના પ્યાલા અમને પાયા જી
મૃગજલતૃષ્ણાનો ત્યાગ કરાવીને,પ્રેમના પ્યાલા અમને પાયા જી
- ધન્ય ગુરુ દેવા રે...
કરુણા કરી મારી ભ્રમણા.. ભાંગને, ભક્તિના ભેદ બતાયા જી,
જીવને ઈશ્વરનો ઝઘડો મટાડીને, સોહમ્ બ્રહ્મ સમજાયાં જી
- ધન્ય ગુરુ દેવા રે...
વિવેકવિચારનાં વહાણાં વાયાં ને, અલખ પુરુષ ઓળખાયા....જી
સદુરુચરણોમાં "શંકર" બોલ્યા રે, પારસપદ પરખાયા...જી
- ધન્ય ગુરુ દેવા રે...
-⭐ ⭐ ⭐ -
👇🏻👇🏻 ભજનના રાગ માટે નીચે આપેલ વિડિઓ જુઓ 👇🏻👇🏻

No comments:
Post a Comment